Home   Menu     Activities     Watchout     Priviege     Introduction   History   Feedbak   Contact Us   Sitemap
       
Life At GurukulBack
 
 

ગુરુકુલમાં બાલિકાઓનું જીવન

સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ એટલે શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસનો ત્રિવેણી સંગમ.

ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરની હરિયાળી ભૂમિમાં આવેલ સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલમાં બાલિકાઓ ઉચ્ચ શિક્ષણ તથા પૂ. ત્યાગી મહિલામુક્તોના સાંનિધ્યમાં સુસંસ્કારેયુક્ત જીવનની પ્રેરણા મેળવી પોતાના જીવનને દિવ્યજીવનના પંથે આગળ વધારી રહ્યા છે.

ગુરુકુલમાં બાલિકાઓનો નિત્યક્રમ

સવારે:

 • ૦૫:૦૦ થી ૦૬:૦૦ સ્નાનાદિક ક્રિયા
 • ૦૬:૦૦ થી ૦૬:૧૫ મંગળા આરતી, શ્ર્લોકગાન
 • ૦૬:૧૫ થી ૦૬:૪૫ વ્યક્તિગત પૂજા
 • ૦૬:૪૫ થી ૦૭:૩૦ અલ્પાહાર
 • ૦૮:૦૦ થી ૦૧:૦૦ સ્કૂલ
 • ૦૧:૦૦ થી ૦૧:૪૫ બપોરનું ભોજન
 • ૦૧:૪૫ થી ૦૩:૩૦ આરામ

સાંજે:

 • ૦૩:૩૦થી ૦૫:૩૦ લાઇબ્રેરી, ટ્યૂશન
 • ૦૫:૩૦ થી ૦૭:૦૦ રમત-ગમત (મુક્ત વિહાર)
 • ૦૭:૦૦ થી ૦૭:૧૫ સંધ્યા આરતી, ધૂન, અષ્ટક
 • ૦૭:૦૦ થી ૦૮:૦૦ સંધ્યા ભોજન
 • ૦૮:૦૦ થી ૦૮:૪૫ સત્સંગ સભા
 • ૦૮:૪૫ થી ૧૦:૩૦ લાઇબ્રેરી
 • ૧૦:૩૦થી ૦૫:૦૦ શયન

પૂ. ત્યાગી મહિલામુક્તોનો સંગ લાવે સદ્દગુણોનો રંગ

 • શિસ્ત.
 • વડીલો પ્રત્યે આદર.
 • સંપ-સુહૃદભાવ-એકતા.
 • નિર્વ્યસની જીવન.
 • ખોટું કરવું નહિ, ખોટું બોલવું નહીં.
 • ચોખ્ખાઈ અને ચોકસાઈ.
 • જીવનમાં ભગવાન અને સત્પુરુષનું મહત્વ.

Top

શિસ્ત

આદર્શ વ્યક્તિત્વના નિર્માણમાં અતિ મહત્વનો પાયારૂપ જો કોઈ ગુણ હોય તો તે છે ‘શિસ્ત.’ કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે તેમ બાળકના જીવનમાં પણ પ્રારંભકાળથી જ આ શિસ્તનો ગુણ વણાઈ જાય તો તેના શિસ્તસભર આદર્શ જીવનથી આદરમાન વ્યક્તિત્વ નિખરે છે. બાળકમાં કેટલીક સ્વયંભૂ શિસ્ત હોય છે જ્યારે કેટલીક શિસ્તના પાઠ તેમને શીખવવા બહુ જરૂરી છે. કારણ કે જીવનમાં ર્દઢ થયેલી શિસ્ત તેમના ભવિષ્યની કારકિર્દી ઉપર બહુ અસરકર્તા હોય છે. શિસ્તસભર જીવનથી જ ઉચ્ચ પોસ્ટ પર જે તે વ્યક્તિનું મૂલ્યાંકન થતું હોય છે; તો વિદ્યાર્થીકાળથી તેમના જીવનમાં ક્યાં ક્યાં શિસ્ત રાખવી જોઈએ ? તેમના જીવનમાં શિસ્તનું કેટલું અને કેવું અસરકારક મહત્વ છે તે પૂ. ત્યાગી મહિલામુકતો દ્વ્રારા તથા ગૃહમાતા દ્વ્રારા શીખવવામાં આવે છે. બાલિકાઓના જીવનમાં સ્વયં શિસ્ત ર્દઢ થાય, તેનું જીવનમાં મહત્વ સમજાય તેના માટેના વિવિધ હકારાત્મક પ્રયત્નો વિવિધ માધ્યમોથી થઈ રહ્યા છે. આ ઉપરાંત, શિસ્તના એક ભાગ રૂપે સમયપાલન, શાંતિ જાળવવી, લાઇનમાં બેસવું-ચાલવું, ગુરુકુલના જે તે નિયમોને અનુસરવા જેવી ઘણીબધી બાબતો ર્દઢ કરાવવામાં આવે છે જેનાથી ગુરુકુલની બાલિકાઓની આદર્શતા અલગ તરી આવે છે.

Top

વડીલો પ્રત્યે આદર

ભારતીય સંસ્કૃતિની એક ગરિમા હતી કે જ્યાં બાળકના હૃદયમાં માતાપિતા, વડીલો, ગુરુજનો તથા સંતોનું આદરભર્યું ઉચ્ચ સ્થાન હતું. વડીલો પ્રત્યે આદરભાવ કે પૂજ્યભાવ બાળકો ક્યારેય ન ગુમાવતાં. રોજ નમીને પગે લાગતા. જ્યારે અત્યારે આધુનિક ટેકનોલોજીના સથવારે ચાલતાં બાળકોને પોતાનાં માતાપિતા કે વડીલો ગાડાનાં પૈડાંનાં યુગના હોય તેવા જુનવાણી લાગે છે. તેઓ માતાપિતા કરતાં પોતાને વધુ હોશિયાર અને સુશિક્ષિત માની તેમની મર્યાદા લોપી નાખે છે. એમાંય માતાપિતાને પગે લાગવાની વાત તો તેમને સૌથી વધુ શરમજનક લાગે છે. માતા પિતાને હાથ જોડી આદર આપવાના બદલે માતાપિતા હાથ જોડી કહે, ‘તમારાથી થાકી ગયા.’ એવું આજના બાળકોનું અસભ્ય વર્તન ક્યાંક જોવા મળતું હોય છે. વાતવાતમાં વડીલોનું અપમાન કરી તેમને ઊંચે અવાજે જેમતેમ બોલીને તેમના હ્રદયને ઠેસ પહોંચાડતા હોય છે. વડીલોને તુંકારે અપશબ્દો કહેતા હોય છે. બાળકોનું વિવેકહીન વર્તન કેટલીક વાર ઘરના ઝઘડા, કંકાસનુ કારણ બનતું હોય છે. બાળકોમાં પેસી ગયેલી વિવેકહિનતાની બદી દિવસે દિવસે વધતી જાય છે ત્યારે બાળકોમાં વડીલો પ્રત્યે આદર, વાણીમાં વિવેક, પૂજ્યભાવ કેવો હોવો જોઈએ ? તેનું જીવનમાં કેટલું ઊંચું મૂલ્ય છે ? તેવી બાબતો પૂ. ત્યાગી મહિલા મુકતો દ્વ્રારા બાલિકાઓમાં ર્દઢ કરાવાય છે. જેથી બાલિકાઓના વિવેકી, મર્યાદા અને સદ્દગુણોસભર જીવનથી પ્રેરાઈ અનેક પરિવારમાં આદરભાવભર્યું વાતાવરણ કેળવાય.પરિણામ સ્વરૂપે આજે ગર્લ્સ ગુરુકુલની બાલિકાઓ માતા પિતા કે વડીલો જ્યારે મળે ત્યારે તેમને પગે લાગી ‘જય સ્વામિનારાયણ’ કરે છે તથા રોજ પૂ. ત્યાગી મહિલામુકતો તથા ગૃહમાતાને પણ ચરણસ્પર્શ કરે છે. એટલું જ નહિ, પોતાથી આગળના ધોરણમાં ભણતી બાલિકાઓ પ્રત્યે પણ આદરભાવ રાખે છે.

Top

સંપ, સુહૃદભાવ અને એકતા

આજના અત્યંત આધુનિક યુગમાં દિન-પ્રતિદિન ટેકનોલોજીનો વિકાસ વધતો જાય છે. પરંતુ સામાન્ય માનવતાના ગુણો વિસરાતા જણાય છે. ભારતીય સંસ્કૃતિની કુટુંબભાવના, એકબીજાને મદદ કરવી જેવા ગુણો લુપ્ત થતા જાય છે. પરિણામે સાંસારિક જીવનના પ્રશ્નો વધતા જાય છે. તો વળી, મોટી મોટી પેઢીઓ તેમજ કંપનીઓમાં પણ પ્રશ્નોની વણઝાર ઊભી થાય છે અને અંતે ભાંગી પડે છે. આ પ્રશ્નો સર્જાયાનું મૂળ છે સંપ-સુહૃદભાવ-એકતાનો અભાવ.

Top

સાંસારિક, આર્થિક, વ્યવહારિક કે શૈક્ષણિક કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ અટકાવનાર છે સંપ, સુહૃદભાવ અને એકતાનો અભાવ. ભાઈ-ભાઈ, પતિ-પત્ની, સાસુ-વહુ વચ્ચેના કંકાસનું મૂળ પણ આ જ છે – સંપ, સુહૃદભાવ, એકતાનો અભાવ. એકલવાયું જીવન પસંદ કરનારા આજના માનવમાં સંપીને રહેવું એક કલ્પના લાગે છે ત્યારે સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલની બાલિકાઓમાં આ ગુણનું સિંચન આગ્રહપૂર્વક થાય છે. બધાને એક તાંતણે જોડી રાખવાનું કાર્ય સ્ત્રી વર્ગનું છે, તે ધારે તો ઘરને જોડે ને ધારે તો તોડે. ત્યારે અત્યારથી બાલિકાઓના જીવનમાં સંપ-સુહૃદભાવ-એકતાનું મહત્વ સમજાવી, તેમનું ભવિષ્ય સુખમય બને, તેમનું સમૂહજીવન આનંદમય પસાર થાય તેવા ગુણો અત્યારથી ર્દઢ કરાવાય છે. જેના પરિણામ સ્વરૂપે ચાર ચોટલા ભેગા ન રહી શકે તેવી લોકવાયકા અહીં ગર્લ્સ ગુરુકુલમાં ખોટી પડતી હોય તેવું જણાય છે. અહીં બાલિકાઓ એકસાથે રહેવા છતાં પરસ્પર સંપીને રહે છે. પૂ. ત્યાગી મહિલામુક્તોનું સાંનિધ્ય અને સભાઓ બાલિકાઓમાં સંપ-સુહૃદભાવ-એકતાના ગુણો કેળવી રહ્યાં છે. એકબીજાને મદદ કરવાની ભાવના, અન્યને સમજવાની ભાવના, જતું કરવાની ભાવના કેળવીને સૌ ખૂબ જ પ્રેમ અને લાગણીથી જીવી રહ્યાં છે. નાત-જાત, નાના-મોટા, ગરીબ-તવંગર એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સૌ બાલિકાઓ હળીમળીને રહે છે. ગર્લ્સ ગુરુકુલની બાલિકઓનાં આવાં આત્મીયતાભર્યાં દિવ્ય વાતાવરણથી મહાપ્રભુ અને મોટાપુરુષનો રાજીપો તો વરસી જ રહ્યો છે પરંતુ તેમના આ દિવ્ય આત્મીય વાતાવરણથી સૌ કોઈ મુગ્ધ બની રહે છે.

Top

નિર્વ્યસની જીવન

માનવીને ટોચ પરથી ઊંડી ખાઈમાં ધકેલી દેનાર કોઈ પરિબળ હોય તો તે છે વ્યસન. શિક્ષિત, કુળવાન, ધનવાન અને ગુણિયલ વ્યક્તિ પણ જો વ્યસનના જાળામાં ફસાય તો તેની અધોગતિ નિશ્ચિંત છે. કુસંગે કરીને કે યેનકેન રીતે વ્યસનમાં ફસાયેલ વ્યક્તિ જો વ્યસનને તિલાંજલિ ન આપી શકે, કે અન્ય કોઈ તેને વ્યસનથી મુક્ત ન કરી શકે તો એ વ્યક્તિનું, તેના પરિવારનું સર્વ પ્રકારે પતન થાય છે. આ વ્યસનીઓને લીધે કેટલીક વખત દેશ અને સમાજને પણ ફટકો પડતો જણાય છે. તે વ્યક્તિ પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકતી નથી. તેનું ભાવી બરબાદી તરફ દોરવાય છે.

બાલિકાઓમાં વ્યસનની બદી ક્વચિત જ જોવા મળે છે. છતાંય ચા-કોફી, તમાકુ જેવું નાનું એવું વ્યસન પણ બાલિકાઓમાં ન પેસે તે માટે ગર્લ્સ ગુરુકુલમાં સાવચેતીપૂર્વક સચોટ પ્રયત્ન થતા રહે છે. અધોગતિ તરફ જઈ રહેલ સમાજ તેમજ પરિવારને ઉન્નતી તરફ લઈ જવા નારીશક્તિ મહત્વનું પરિબળ છે. આજની બાલિકા આવતીકાલના સમાજનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી શકે. પોતે તો વ્યસનથી મુક્ત રહે જ પરંતુ સમાજ-પરિવારના સભ્યોને પણ વ્યસનથી રહિત કરી શકે તે માટે ગર્લ્સ ગુરુકુલમાં વ્યસનની ભયાનકતા તથા તેના નુકસાન અંગે વિઝ્યુલાઈઝેશન શો દ્વ્રારા સમજાવીને વ્યસનમુક્ત સમાજ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.

Top

જીવનમાં ભગવાન અને સત્પુરુષનું મહત્વ

સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલમાં પૂ. ત્યાગી મહિલામુકતો દ્વ્રારા બાલિકાઓમાં આદર્શ જીવનના વ્યવહારિક ગુણોની સાથે જીવનમાં ભગવાન અને સત્પુરુષની શું જરૂરિયાત છે ? તે અંગે હૃદયસ્પર્શી જાણકારી આપવામાં આવે છે. વળી, મળેલા ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા અને મળેલા દિવ્ય સત્પુરુષના મહિમાગાન દ્વ્રારા બાલિકાઓને SMVS સંસ્થા, મળેલા સત્પુરુષની, મળેલા સિદ્ધાંતોની અસ્મિતાથી સભર કરવામાં આવે છે. તો વળી, જીવનમાં ભગવાન અને સત્પુરુષનો રાજીપો એ જ જીવનની ખરી મૂડી છે અને આ રાજીપો એ જ આ લોક અને પરલોકની સફળતા માટેની ગુરુચાવી છે. એવા રાજીપાનું મૂલ્ય બાલિકાઓનાં જીવનમાં નાની ઉંમરથી જ સુર્દઢ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, જીવનમાં ભગવાન

 
 
www.smvs.org | swaminarayandham.org | bhaktiniwas.org | kids.smvs.org | smvslifecare.com
Copyright © 2008- 2019, Swaminarayan Mandir Vasna Sanstha (SMVS). All Rights Reserved.