Yuvati Shibir
2011-06-19
 
Gallery
 
 
 
 
 
 
 

લૌકિક દુન્યવી ઝાકઝમાળથી દૂર કુદરતના ખોળે નૈસર્ગિક વાતાવરણમાં સત્સંગ, સંસ્કાર અને સર્વાંગી વિકાસનો ત્રિવેણીસંગમ રચાય તે માટે દાબડા-ઉજાણી તથા પ્રવાસ જેવાં વિવિધ આયોજનો થાય છે. જેમાં આજના કુસંગમય વાતાવરણથી બચવા પ્રેક્ટિકલ જીવનમાં કેવા પ્રયત્નો કરવા તે માટે વિવિધ પ્રેરણા-પ્રસંગો અને સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન થાય છે.

        2008માં મહેસાણાશોભાસણ ફાર્મ ખાતે યોજાયેલ યુવતી-પ્રવાસમાં ઘર-વ્યવહારમાં બનતા પ્રશ્નો અને તેના સોલ્યુશન રૂપે કેટલાક રસપ્રદ સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા. પૂ. જાગુબહેનની બળપ્રેરક દિવ્યવાણીનો લાભ લઈ કેટલાંક યુવતીમુક્તોને જીવન જીવવાનો નવો રાહ મળ્યો હતો.

SMVS રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે 2012નું વર્ષ ‘યુવા રજત વર્ષ’ તરીકે ઊજવાનાર હોઈ તેની પૂર્વસંધ્યાએ તા. 19/06 /2011 ના રોજ ‘યુવતી દાબડા ઉજાણી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

        જેમાં રજત પર્વે સૌના દિવ્યજીવન બને તેવી શ્રીજીમહારાજને સ્તુતિ કરતી સ્તુતિ-પ્રાર્થના રજૂ કરી હતી.

        આજના કુસંગની સામે સત્સંગનાં મૂલ્યોને કેવી રીતે જાળવવાં અને SMVS પ્રત્યે આપણો કેવો મમત્વભાવ હોવો જોઈએ તેવા મનનીય વિષય ઉપર પૂ. જાગુબહેન અને પૂ. દિપલબહેનની દિવ્યવાણીનો લાભ સૌને મળ્યો હતો.