પૂ. ત્યાગી મહિલા મુક્તોનું સૌ પ્રથમવાર દુબઈ ખાતે સત્સંગ વિચરણ ૨૦૧૩
“કારણ સત્સંગનો પ્રચાર વિશ્વવ્યાપી થાય છે,
સર્વોપરી ઉપાસનાને સ્થિતિ અનાદિ ફેલાય છે.”
આ પંક્તિને સાકાર સ્વરૂપ આપવાના ભાગરૂપે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે પૂ. જાગુબેન, પૂ. રમીલાબેન, પૂ. હેતલબેન, પૂ. નિમીષાબેનનું દુબઈ ખાતે તા. ૨૫-૧૨-૨૦૧૩ થી તા. ૩૦-૧૨-૨૦૧૩ આમ ૬ દિવસનું સત્સંગ વિચરણ યોજાયું. તેઓની સાથે ઇન્ડિયાથી પ.ભ. અવનીબેન ઠક્કર, પ્રીતીબેન ઠક્કર, હિરલબેન દેવાણી, અમિતાબેન પટેલ તથા નમ્રતાબેન મિરણી પણ સેવામાં જોડાયા.
સૌ પ્રથમવારનું વ્હાલા હરીકૃષ્ણ મહારાજ ને પૂ. જાગુબેનનું દુબઈ ખાતે વિચરણ હોવાથી ત્યાંના પ્રેમી મુકતો હરખઘેલા બની ભાવભીનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવી પહોચ્યાં.
દુબઈ સત્સંગ કેન્દ્ર ખાતે રોજ પ્રાત:સભાનું તથા બરદુબાઈ હોલ ખાતે જાહેરસભાનું આયોજન થયું હતું. ઘણો સમાજ અંગત સભાનો લાભ લઈ ખૂબ બળિયા થયો હતો.
શારજહાં ખાતે પણ વિચરણ આયોજન થયું હતું. જેમાં પણ પધરામણી તથા જાહેરસભાનો લાભ લઈ સૌ બળિયા થયા હતા.
આમ, છ દિવસના દુબઈ-શારજહાંના વિચરણ દરમ્યાન અનેક મુમુક્ષુ જીવો સત્સંગ રંગે રંગાયા.
|