Mahotsav Balika Shibir
2012-12-22
 
Gallery
 
 
 
 
 
 
 

આજની બાળ પેઢીમાં કારણ સત્સંગના સંસ્કાર સુદ્રઢ થાય તથા તેમનો વ્યક્તિત્વ વિકાસ થાય, શ્રેષ્ઠ બાળ જીવનની કેળવણી થાય અને સહજાનંદી સિંહ સમો બાલિકાનો સમાજ તૈયાર થાય તે માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીની પ્રેરણાથી રજત જયંતી મહોત્સવ અન્વયે પાંચ દિવસીય ‘બાલિકા શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું.

        દેશ-વિદેશથી મહોત્સવનો લાભ લેવા પધારેલા હજારો બાલિકામુકતો માટે તા.૨૨-૧૨-૨૦૧૨થી ૨૭-૧૨-૨૦૧૨ સુધી બાલિકા શિબિર યોજાઈ હતી. શિબિરમાં પાંચેય દિવસોના દિન અનુસાર મધ્યવર્તી વિષયો અનુક્રમે સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાના લક્ષણો, મારી સંસ્થા એસ.એમ.વી.એસ., આપણા ગુરુ પ.પૂ.બાપજી, કુસંગથી બચીએ, પ્રગટભાવ રાખવામાં આવ્યા હતા. જે વિષયો ઉપર પૂ.ત્યાગી મહિલા મુક્તો દ્વારા અનેરૂ બળ પ્રદાન થયું હતું. જે-તે વિષયોને પુષ્ટિ કરતા બાળપ્રવચન, પ્રેરણા પ્રસંગો, સંવાદો, નૃત્યગીતો, પી.પી.ટી. તથા વિડીયો ક્લીપ દ્વારા વિશેષ લાભ બાલિકાઓને મળ્યો હતો.

        તા.૨૫-૧૨-૨૦૧૨ના દિવસે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ભક્તિનિવાસના વરિષ્ઠ ત્યાગી મહિલા મુક્ત પૂ.જાગુબેન તથા પૂ.ત્યાગી મહિલા મુક્તો બાલિકાઓને વિશેષ લાભ આપવા પધાર્યા હતા. સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુળના બાલિકા મુક્તોએ બેન્ડના ગગનભેદી નાદે તથા NRI બાલિકાઓએ ફુલથી વ્હાલા હરિકૃષ્ણ મહારાજ તથા પૂ.જાગુબેનનું સ્વાગત કર્યું હતું. પૂ.જાગુબેને દેશ-વિદેશના પ્રેરણાદાયી બાલિકા મુક્તોના જીવંત પ્રસંગો ઉપર રાજીપો દર્શાવી અન્ય બાલિકાઓને આદર્શ અને દિવ્ય જીવનની પ્રેરણા આપી હતી તથા પ્રેરણાદાયી મુક્તો ઉપર રાજીપાની અમીવર્ષા વરસાવી હતી.

        બાલિકાઓના સર્વાંગી વિકાસ થાય અને તેમને ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટે ક્વીઝ, સત્સંગ પ્રશ્નોતરી અને અવનવી રમતોનું આયોજન થયું હતું. જેમાં વિજેતા બાલિકા મુક્તોને રાજીપા પ્રસાદીરૂપે ઇનામ પણ એનાયત કરાયા હતા. પાંચ દિવસીય બાલિકા શિબિર દ્વારા બાલિકા મુક્તોએ પરીશુધ્ધ જીવનનું અનેરૂ ભાથું મેળવ્યું હતું.

શ્રીજીમહારાજનો અનંતાનંત જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી અનાદિમુક્તની સ્થિતિ કરાવવાનો સંકલ્પ અતિ પ્રબળ બન્યો છે ત્યારે ભારતના આંતરરાજ્યોમાં વસતા મુમુક્ષુ જીવો કેમ વંચિત રહે? આંતર રાજ્યોમાં વિષય, વ્હેમ, અંધશ્રધ્ધા અને ખોટા બંધનોમાં ફસાયેલા મુમુક્ષુ જીવોને સાર અસારનો વિવેક સમજાય અને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થાય તે માટે ‘રજત જયંતી મહોત્સવ’ ઉપક્રમે હિન્દી સભાનું સુંદર આયોજન થયું હતું.

        આંતરરાજ્યોમાંથી લાભ લેવા પધારેલા હિન્દીભાષી મહિલા મુક્તોને મહોત્સવની ફળશ્રુતી રૂપે તા.૨૬-૧૨-૨૦૧૨ના દિને વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ભક્તિનિવાસના વરિષ્ઠ ત્યાગી મહિલા મુક્ત પૂ.જાગુબેન લાભ આપવા પધાર્યા હતા. પૂ.જાગુબેને શ્રીજીમહારાજને વિષે પ્રગટભાવ, મળેલા સત્તપુરુષના મહિમા વિષે અને સત્સંગના પ્રાથમિક ખ્યાલો વિષે હિન્દીમાં સૌને લાભ આપ્યો હતો. આ દિને આંતરરાજ્યના ૧૫૫ કરતા વધુ મહિલાઓએ સુંદર લાભ લીધો હતો.