Mahila Din
2012-12-25
 
Gallery
 
 
 
 
 
 
 

      ભૂતકાળની એ અવિસ્મરણીય પળ હતી કે આજથી ૨૫ વર્ષ પૂર્વે શ્રીજીમહારાજના વ્હાલા સમાજના સંકલ્પની એટલે કે એસ.એમ.વી.એસ.ની સ્થાપના થઈ હતી જેનાં ક્રાંતિકારી રજત યુગની પૂર્ણાહુતી થયે સુવર્ણ યુગના પ્રારંભે સમગ્ર એસ.એમ.વી.એસ. પરિવારે ‘રજત જયંતી મહોત્સવ’ અતિ આનંદભેર ઉજવ્યો. રજત યુગની એસ.એમ.વી.એસ. મહિલા પાંખની પ્રેરણાદાયી યશસ્વી પળોને રજત પર્વે વાગોળતો અને ભક્તિનિવાસ દશાબ્દી પર્વને વધાવતાં તા.૨૫-૧૨-૨૦૧૨ના મંગલકારી દિને યુવતી-મહિલા દિનની શાનદાર ઉજવણી ૧૫૭ જેટલાં મહિલા-યુવતી મુક્તો દ્ધારા કરવામાં આવી હતી.

        યુવતી-મહિલા દિનનો મંગલ પ્રારંભ કીર્તન-ધૂનના ગાનથી થયો હતો. ગુલાભી પરિધાનમાં સુસજ્જ ૫૦ યુવતી મુક્તોની બેન્ડ ટીમે બેન્ડના ગગનભેદી તાલે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ભક્તિનિવાસના વરિષ્ઠ ત્યાગી મુક્ત મહિલા પૂ.જાગુબેન અને ત્યાગી મહિલા મુક્તોનું સભા મંડપમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. એ સમયે વિદેશના યુવતી મુક્તોએ જે-તે દેશના ધ્વજો તેમજ એસ.એમ.વી.એસ.ના ધ્વજો લહેરાવતાં હરિકૃષ્ણ મહારાજને ભાવોર્મીથી વધાવ્યા હતા.

        પ્રારંભિક ઉદ્દબોધન બાદ શ્રીહરિને રાજી કરવા ‘ધણણ ધણણ ઢોલ બજે, રજત અવસર આવ્યો રે, આનંદ આનંદ છાયો....’ સ્વાગતપ્રાર્થના યુવતી મુક્તોએ કરી.

        ભૂતકાળમાં દેશ માટે ખપી જનાર વીરલાઓની માતાઓ કેવી ખુશીથી કુરબાની આપે છે અને આજે એસ.એમ.વી.એસ.નાં મહિલા પાત્રો કેવી આપી રહ્યાં છે તે વર્ણવતો અદ્દભૂત પ્રેરણાપ્રસંગ રજૂ થતાં સૌ મહિલા ભક્તસમાજ ગદ્દગદિત થઈ ગયો હતો.

        શ્રીજીમહારાજનો કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો સંકલ્પ ગુરુવર્ય પ.પૂ.બાપજી દ્ધારા સાકાર થઇ રહ્યો છે. તેની અલ્પ ઝાંખી કરાવતું ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી કરવો શ્રીહરિનો સંકલ્પ વહે...’ નૃત્યગીત યુવતીઓએ રજૂ કર્યું હતું.

        શ્રીજીમહારાજના સંકલ્પે એસ.એમ.વી.એસ. પરિવાર સમગ્ર સમાજમાં પારંપરિક સંસ્કૃતિના આદર્શો અને આધ્યાત્મીકતાની નવચેતના પ્રગટાવી કેવી દિવ્યજીવનની પ્રેરણા આપી રહ્યો છે તથા શ્રીજીમહારાજના તલમાત્ર કસરે રહિત કરવાના સંકલ્પ અંગેની વિડીયો ક્લીપ એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર રજૂ કરવામાં આવી હતી.

        એસ.એમ.વી.એસ. પરિવાર આજે સંસ્કારની, સત્સંગની, સેવાની અને સમર્પણની એમ ચતુષ્ક જ્યોત પ્રગટાવી દૈદીપ્યમાન છે. એસ.એમ.વી.એસ. પરિવારમાં ઝળહળતી સંસ્કારની જ્યોત દ્ધારા વડીલોની સેવા, વડીલોનો આદર જેવા ઉચ્ચ સંસ્કારો પ્રેરણાપ્રસંગ દ્ધારા રજૂ કરવામાં આવ્યા હતા.

        સત્સંગના સંસ્કારની જ્યોત દ્ધારા કારણ સત્સંગના શુદ્ધ જ્ઞાન દ્રઢતા, ઘરસભા, આત્મીયતા, પ્રમાણિકતા જેવા સત્સંગના સંસ્કારો પ્રેરણાપ્રસંગો દ્વારા રજૂ થયા હતા.

        સ્વની જ્યોત દ્વારા ૨૦૧૨ના ભક્તિનિવાસ દશાબ્દી વર્ષે ‘પૂ.ત્યાગી મહિલા મુક્તો’ દ્વારા થતી સમાજલક્ષી અને આધ્યાત્મિક સેવાલક્ષી પ્રવૃતિઓની ડોક્યુમેન્ટ્રી વિડીયો કલીપ એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત દિગ્વિજય મંડળોની સભાઓ દ્વારા તથા પૂ.ત્યાગી મહિલા મુક્તોના વિચરણ દરમ્યાન થતી વિવિધ પ્રવૃતિઓ ‘એસ.એમ.વી.એસ.કી મહિલા પંખ, સત્સંગ જ્યોત જલાતી હૈ...’ પ્રવૃત્તિગીત યુવતીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

        સમર્પણની જ્યોત દ્વારા એસ.એમ.વી.એસ.ની ક્રાંતિકારી સત્સંગ ચળવળમાં માતાઓએ આપેલી કુરબાની તથા તેમના સંતાનોને આપેલી સત્સંગ સેવાની શીખ સંવાદ દ્વારા રજૂ થતાં શ્રોતાજનોના નેત્ર હર્ષાશ્રુથી ઉભરાઈ આવ્યાં હતાં. ‘શ્રીજી કે શરન મેં એ તન-મન-ધણ કુરબાન હૈ...’ કુરબાની ગીત દ્વારા મહિલા સમાજની સમર્પણભાવના પ્રદર્શિત કરવામાં આવી હતી.

        એસ.એમ.વી.એસ. પરિવારમાં પ્રજ્વલિત આ ચારેય જયોતનો સંપૂર્ણ શ્રેય શ્રીજીમહારાજના ચરણોમાં સમર્પિત છે અને સૌ ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીના ઋણી છીએ. ૧૪૫ યુવતી મુક્તો દ્વારા રજૂ થયેલ વિવિધ પ્રેરણાપ્રસંગોને સૌએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

        યુવતી-મહિલા દિનના સર રૂપે ભક્તિનિવાસના વરિષ્ઠ ત્યાગી મહિલા મુક્ત પૂ.જાગુબેને દિવ્યવાણી દ્વારા આપના જીવનમાં સત્પુરુષની શી જરૂર છે? તે વિષે વિવિધ દ્રષ્ટાંતોથી સમજાવ્યું હતું.

        આજના યુવતી-મહિલા દિનનો લાભ ૫૦૦૦ કરતા પણ વધુ મહિલા સમાજની મેદનીએ લીધો જે તેમના જીવનનું એક ચિરંજીવી સંભારણું બની રહ્યું હતું.