Balika Din
2012-12-24
 
Gallery
 
 
 
 
 
 
 

        ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પરાવર્તન  કાજે  શ્રીજીમહારાજે ગુરુવર્ય પ.પૂ.બાપજીને નિમિત્ત કર્યા અને સન ૧૯૮૭માં સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાનો પ્રાદુર્ભાવ થયો. જેનાં યશસ્વી કલ્યાણકારી ૨૫ વર્ષ પૂર્ણ થયે એસ.એમ.વી.એસ. રજત પર્વે બાળપેઢીમાં અને મહિલા સમાજમાં સત્સંગ અને સંસ્કારનાં મૂલ્યો સુર્દઢ કરાવવાં તા.૨૪-૧૨-૨૦૧૨ના દિવ્ય દિને બાલિકા દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ. ૧૭૨ જેટલા બાલિકા-યુવતી મુક્તો દ્વારા વિવિધ માધ્યમોથી બાલિકા દિન ઊજવાયો હતો.

       મંગલ મધ્યાહને ૨:૦૦ વાગ્યે કીર્તન-ધૂનથી બાલિકા દિનનો શુભારંભ થયો. એકસરખા પહેરવેશમાં સુસજ્જ ૫૦ યુવતી મુક્તોની બેન્ડ ટીમ અને સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુળની બાલિકાઓની સાથે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ, ભક્તિનિવાસના વરિષ્ઠ ત્યાગી મહિલા મુક્ત પૂ.જાગુબેન અને પૂ.ત્યાગી મુક્તોનું સભામંડપમાં આગમન થયું. એજ સમયે એન.આર.આઈ. બાલિકા મુક્તોએ જે-તે દેશના ધ્વજ અને એસ.એમ.વી.એસ.ના ધ્વજ સ્ટેજ પર લહેરાવી વિશિષ્ટ સ્વાગત કર્યું હતું.

       પ્રોગ્રામના પ્રારંભે શ્રીહરિને વધાવતાં ‘પધારો પધારો વ્હાલા મહારાજ...” સ્વાગતપ્રાર્થના બાલિકા મુક્તોએ રજુ કરી મહારાજને વધાવ્યા હતા.

        આજના કુસંગરૂપી બુલડોઝર સમાં ટી.વી., મોબાઈલ, ઇન્ટરનેટરૂપી કુસંગની બાળપેઢી પરની અસરો અને તેમાંથી બચવાના ઉપાયો દર્શાવતા પ્રેરણાપ્રસંગો ૧૪૪ જેટલા બાલિકાઓ-યુવતીઓ દ્વારા રજૂ થયા. જેનાં દ્વારા બાળપેઢીનું વિશિષ્ટ ઘડતર કરતી એસ.એમ.વી.એસ.ની બાલિકા સભા તથા તેના દ્વારા મળતા વિવિધ સંસ્કારો, આદર્શતાના વિવિધ પ્રસંગો અને ‘બાલુડા અમે નાના કોરી સ્લેટ જેવા...’, ‘શિલ્પી અમારું એસ.એમ.વી.એસ. કરે એ ઘડતર સર્વ શ્રેષ્ઠ...’,  નું તારામંડળ ઝગમગ ઝગમગ થાય...’, ‘શ્રીજીના પ્યારા પારેવડા...’, ‘શ્રીજીના રંગે રંગાયા છીએ અમે રંગીલા પતંગિયા...’, કારણ સત્સંગ જીવન અમારું...’, ‘એસ.એમ.વી.એસ.કી હમ આદર્શ બાલિકા...’, ‘બાલિકા સભામ જઈએ અમે, વડીલોનો આદર શીખીએ અમે...’, ‘એસ.એમ.વી.એસ.ની બાલિકા સભાએ ભણવાનો તો લગાડ્યો રંગ...’, ‘સિંહ બન્યા અમે સિંહ બન્યા...’, છોટે છોટે બચ્ચે હૈ હમ...’ જેવાં નૃત્યગીત દ્વારા સમગ્ર કાર્યક્રમની સુંદર રજૂઆત થઈ. જેમાં મંદિરે નિત્ય દર્શન, માતાપિતાનો આદર, નિત્ય પૂજા, ઘરમાં સેવા, અભ્યાસમાં લગન, બાલિકા સભામાં નિયમિતતા, નિયમ-ધર્મ પાળવામાં શૂરવીરતા જેવા ગુણોની સૌ પ્રેરણા પામ્યા.

        એસ.એમ.વી.એસ. દ્વારા બાળવિકાસ માટે થયેલી વિવિધ પ્રવૃતિને રજૂ કરતું ‘છોટે છોટે બચ્ચે હૈં, શ્રીજી કે હમ પ્યારે હૈં ગયે યશગાથા...’ બાલિકા પ્રવૃત્તીગીત બાલિકાઓ દ્વારા રજૂ થયું. એ દરમ્યાન એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર ભક્તિનિવાસની વિવિધ બાળ પ્રવૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

        બાલિકા દિનના વિવિધ આકર્ષણો બાદ પ્રોગ્રામના સાર રૂપે ભક્તિનિવાસના વરિષ્ઠ ત્યાગી મહિલા મુક્ત પૂ.જાગુબેને દિવ્યવાણી દ્વારા સૌને આદર્શ કેવાયેલા વાલી બનવા જેવા આજના આધુનીક પ્રશ્નોમાંના એક સરળ ઉદાહરણો આપી છણાવટ કરી હતી.

        બાલિકા દિનના આ પ્રસંગે ૫૦૫૦ કરતા પણ વધુ બાલિકા-યુવતી-મહિતા મુક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.