આજની બાળ પેઢીએ દેશની, સમાજની અને સત્સંગની આવતીકાલ છે. સત્સંગ અને સંસ્કારની જ્યોતને ચિરંજીવ રાખનારા દિપકો છે. ત્યારે તેમનું જતન એ બહુ મોટી અમૂલ્ય સેવા છે. એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા બાળ પેઢીના અધ્યાત્મિક, સમાજિક અને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ ગતિમાન છે. જેમાં પૂ.ત્યાગી મહિલા મુક્તો તથા મહિલા કાર્યકરો દ્વારા એસ.એમ.વી.એસ.ની બાલિકા પ્રવૃત્તિ દ્વારા બાળ પેઢીનું ઉજળું ભવિષ્ય કંડારાઈ રહ્યું છે. જેની કેટલીક પ્રવૃત્તિની અલ્પ ઝલક અહીં પ્રસ્તુત છે.
|