Activities
 
આધ્યાત્મિક પ્રવૃતિ  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
   

વર્તમાનકાળે વધી રહેલા વિષયમય વાતાવરણમાં પણ ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારો “ યાવદ્દચંદ્ર દિવાકરૌ ” ત્યાં સુધી જળવાયેલા રહે તે માટે SMVS સંસ્થા વિવિધ આધ્યાત્મિક પ્રવૃતિઓ દ્વ્રારા સતત યત્નશીલ છે. સમાજમાં સ્ત્રીઓનું એક આગવું સ્થાન છે કારણ કે, સ્ત્રીઓ જ પોતાનાં બાળકોનું સુસંસ્કારે યુક્ત ઘડતર કરે છે અને એ જ બાળક દેશની આવતી કાલનો એક નાગરિક બનવાનો છે. ત્યારે સ્ત્રીઓના જીવનમાં શ્રધ્ધા, ભક્તિ, સંસ્કાર, વિનમ્રતા, સન્માન, ધૈર્ય, સાહસ, બલિદાન, કઠોર પરિશ્રમ અને વાણી, વિચારવર્તનની એકતા જેવા વિવિધ ગુણો વહાવી એક આદર્શ સ્ત્રીજીવનનું નિર્માણ કરવામાં આવે છે. આવા ઉચ્ચ આદર્શો અને સંકલ્પોથી કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિની ઝાંખી કરીએ. 

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી-પુરુષ મર્યાદા અનુસાર મહિલા વર્ગને સમાગમનો પ્રત્યેક્ષ લાભ મળી રહે તે માટે ત્યાગી મહિલામુક્તોને પણ એક અલગ સ્થાન આપવામાં આવ્યું છે. SMVS સંસ્થાનાં ત્યાગી મહિલામુક્તોના દિવ્ય નેતૃત્વ હેઠળ મહિલા સમાજમાં આધ્યાત્મિક ગુણો પ્રદાન કરવાના હેતુથી લગભગ 25 જેટલાં વિવિધ સેન્ટરોમાં આશરે 339 જેટલાં બાલિકા, 23 યુવતી મંડળો, 50 મહિલા મંડળો ચાલી રહ્યાં છે. જેમાં 1500 કરતાં પણ વધુ મહિલા કાર્યકરો તથા સંચાલકો જોડાઈને આ સેવા પ્રવૃત્તિ સંભાળી રહ્યાં છે. SMVS દ્વ્રારા ચાલતાં આ સ્વામિનારાયણ દિગ્વિજય મંડળોમાં પ્રતિવર્ષ 19,000થી પણ વધુ સત્સંગ સભાઓ આયોજન પામે છે. જેમાં 15,000થી પણ વધુ મહિલા સભ્યો આ સત્સંગ સભાઓનો લાભ લઈ પોતાના જીવનને દિવ્યતા તરફ પ્રગતિમાન કરે છે. 1,000થી પણ વધુ કાર્યકરો અને સંચાલકો પ્રતિ વર્ષ 5,200થી પણ વધુ માનવ કલાકો સત્સંગ પ્રચાર અર્થે અને દિવ્યજીવન પ્રદાન કરવાને અર્થે અર્પી ધન્યતા અનુભવે છે.

સમગ્ર દેશમાં તથા સમાજમાં ઘરે ઘરે શાંતિમય અને પ્રભુભક્તિનું વાતાવરણ સર્જન કરવા ત્યાગી મહિલામુક્તો તથા મહિલાઓ દ્વારા ઘેર ઘેર “ દિવ્યશાંતિ યજ્ઞ ”ની પ્રવૃત્તિ ખૂબ ઉત્સાહથી વણથંભી ચાલી રહી છે. જેમાં ઈ.સ 1988થી અત્યાર સુધીમાં 25,230થી પણ વધુ ઘરોમાં આ “ દિવ્યશાંતિ યજ્ઞ ” આયોજન પામ્યા છે. આ “ દિવ્યશાંતિ યજ્ઞ ” થી આજે  હજારો ઘરો અને કુટુંબો શાંતિમય અને સુખદ સંસારજીવન જીવી રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ દર વર્ષે શ્રાવણમાસ-ચાતુર્માસ પર્વ નિમિતે ત્યાગી મહિલામુક્તો દ્વ્રારા લગભગ 101 જેટલા સેન્ટરોમાં “ ભક્તિકથા ”નું આયોજન કરવામાં આવે છે. જેમાં નારીજીવનમાં મહત્તવ પૂર્ણ વિષયો ઉપર વિસ્તૃત પ્રકાશ પાડી આગવું બળ પ્રદાન કરવામાં આવે છે. જેમાં પ્રતિ વર્ષ લગભગ 20,000 જેટલાં મહિલાઓ સત્સંગ સભાનો ઉત્સાહપૂર્વક લાભ લે છે.

મહિલા સમાજમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિનો ઉદય થાય તથા સાધનાભક્તિના માર્ગે આગળ વધે તે માટે અખંડ ધૂન, અખંડ મંત્રલેખન, અખંડ માળા, અખંડ પારાયણ વાંચન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં સંખ્યા બંધ (મોટી સંખ્યામાં) મહિલાઓ ભાગ લે છે. ઈ.સ. 2006માં વચનામૃત મહોત્સવ અન્વયે 10,336 થી પણ વધુ “ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ” અને “ બાપાશ્રીની વાતો ” આ બે ગ્રંથની પારાયણ મહિલાઓએ કરી રાજીપો પ્રાપ્ત કર્યો હતો. 

મહિલા સમાજમાં ભગવાન અર્થે સમર્પણની ભાવના જાગ્રત થાય તે માટે વિવિધ ઉત્સવો, મહોત્સવોમાં “તુલાવિધિ” જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમાં મહિલાઓ પોતાને પહેરવાનાં વસ્ત્રો અને અલંકારો ભગવાનને અર્થે વાપરવા સમર્પણ કરે છે. તો વળી, પોતાની સ્વબચતમાંથી પણ ભગવાનને અર્થે સેવારૂપે સમર્પણ કરવાનો લાભ લે છે.

SMVS ધ્વારા “તુલાવિધી” જેવી પ્રવૃતિઓનું થયેલ આયોજન:

 
   
આયોજન પામેલ તુલાવિધી
ક્રમ તારીખ સ્થળ પ્રસંગ તુલા
1 07/05/1995 વાસણા - અમદાવાદ બાપાશ્રી મહોત્સવ સ્વામિનારાયણ ભગવાનની સુવર્ણ તુલા
2 06/01/2002 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા
3 23/12/2005 તીર્થધામ ગોધર - પંચમહાલ ગોધર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હરિકૃષ્ણ મહારાજની રજત તુલા
4 17/12/2006 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર વચનામૃત મહોત્સવ હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા
5 23/12/2006 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર વચનામૃત મહોત્સવ બાપાશ્રીની વાતોની રજત તુલા
6 16/02/2012 વાસણા – અમદાવાદ રજત ઉત્સવ હરિકૃષ્ણ મહારાજની પંચતુલા, સુવર્ણ તુલા ,રજત તુલા
 
   

આજના ઘોર કળિયુગમાં ભારતીય સંસ્કૃતિને દિવસે દિવસે નાબૂદ કરી રહ્યું હોય તો એ છે Western Culture. આ Western Culture સામે SMVS દ્વારા “દિવ્ય જીવન પ્રથા” નો શુભ આરંભ થયો છે. જેમાં મહિલાઓ અને પુરુષો ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાના ઉચ્ચ ધ્યેયથી દિવ્ય જીવનના શપથ લઈ શુધ્ધ, સાત્ત્વિક અને પવિત્ર જીવન જીવી પોતાનું દિવ્ય જીવનરૂપી પુષ્પ પ્રભુચરણમાં સમર્પિત કરી રહ્યા છે. આ દિવ્ય જીવન પ્રથામાં કુલ 3500 થી પણ વધુ મહિલા-પુરુષ સભ્યો જોડાયં છે. જેમાં 1400 થી પણ વધુ મહિલા સભ્યો જોડાઈ દિવ્ય જીવનના માર્ગે ચાલી રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના આદર્શો, સિધ્ધાંતો, સંસ્કારો, તત્ત્વજ્ઞાન તથા વર્તન આદિનું સિંચન કરવા માટે SMVS દ્વારા “સંસ્કાર સિંચન પરીક્ષા” લેવામાં આવે છે. જેમાં ઉચ્ચ સદ્દગુણોનું સિંચન કરતા વિવિધ વિષયો ઉપર પ્રકાશન કરવામાં આવેલી પુસ્તિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ “સંસ્કાર સિંચન પરીક્ષા” દ્વારા બાળકોથી માંડીને વૃધ્ધ મુક્તો પણ પોતાના જીવનને આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધારે છે. આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વ્રારા SMVS આધ્યાત્મિક અસ્મિતાઓ પ્રગટાવવા સતત પ્રયાસ કરે છે. આ સત્સંગ સંસ્કાર પરીક્ષામાં 2,478 થી પણ વધુ બલિકાઓ, યુવતીઓ, મહિલાઓ લાભ લે છે.

ઇ.સ. 1989 થી ઇ.સ. 2008 સુધી યોજાયેલ “સંસ્કાર સિંચન પરિક્ષા”

 
મહિલા ઉત્કર્ષ  
   

SMVSની મહિલા પ્રવૃતિનું એક વિશિષ્ટ લક્ષ્ય છે “મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરી કલા-કૌશલ્યની ખિલવણી કરવી”. આ માટે SMVS દ્વ્રારા મહિલા ઉત્કર્ષ માટેની વિવિધ પ્રવૃત્તિઓ ગતિમાન કરવામાં આવી છે.

SMVS દ્વ્રારા મહિલા ઉત્કર્ષ માટે વિવિધ નૃત્ય, ગાયન, વાદન, વક્તૃત્વસ્પર્ધા, પ્રવચન સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેમા મહિલા સમાજમાં રહેલી અદ્ભુત શક્તિઓને તથા કૌશલ્યોની પાંખડીઓને ખીલવવામાં આવે છે.

હજારો લોકોની જનમેદની વચ્ચે જાહેરમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મહિલાઓને પોતાની અદ્ભુત કલાનું દર્શન કરાવવાની એક અનેરી તક આપવામાં આવે છે. SMVSના ત્યાગી મહિલામુક્તો તથા કાર્યકરો દ્વ્રારા અપાતી તાલીમ હેઠળ મહિલાઓ દ્વ્રારા યોજાતા આ સાંસ્કૃતિક કાર્યક્રમોનાં દર્શન કરી હજારો લોકો દંગ રહી જાય છે.

બાલિકાઓ ખીલતી કળી જેવી છે. એની નજાકતતાને પારખીને નાનપણથી જ તેમાં વિવિધ કૌશલ્યની પાંખડીઓ ખીલવવામાં આવે તો તેમાંથી એક પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ ખીલી ઉઠે છે. એવા કસબી તૈયાર કરવામાં SMVS આગવું કૌવત દર્શાવે છે. બાલિકા પ્રવૃત્તિના વિશાળ ઉર્ધાનમાં નૃત્યથી લઈને રમત-ગમત સુધી અનેક કલાઓમાં હજારો બાલિકાઓનું જીવન સદૈવ મઘમઘતુ રહે છે.

SMVS દ્વ્રારા અપાતી તાલીમ દ્વ્રારા તૈયાર થયેલા સુસંસ્કારે યુક્ત તથા આદર્શ જીવન જીવતા સંચાલકો અને કાર્યકરો આ બાલિકાઓના સર્વાંગી વિકાસ માટેનાં ચક્રો સતત ગતિમાન રાખે છે તથા તેમના જીવનનું ઘડતર કરવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે.

SMVS દ્વ્રારા બાલિકા તથા યુવતીઓ માટે શિક્ષણમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વળી, કસોટીની સરાણ પર તેજસ્વી બની બહાર આવતી બાલિકા તથા યુવતીઓને પુરસ્કાર આપી બિરદાવવામાં આવે છે ત્યારે આ બાલિકા તથા યુવતીઓ સિધ્ધિના શિખરે પહોંચ્યાનો નિરાળો આનંદ માણે છે.

મહિલાઓમાં રહેલી કલા-કૌશલ્યની વિરાટતાને ખીલવવા મહિલાઓ દ્વ્રારા જ વિવિધ પ્રોગ્રામોનું તથા સમારોહનું  આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રોગ્રામોનાં આયોજનથી માંડીને મેનેજમેન્ટની તમામ સેવાપ્રવૃતિ મહિલા સમાજ દ્વ્રારા જ કરવામાં આવે છે. જેમાં હજારો મહિલાઓ જોડાઈ પોતાની સ્કીલનું (આવડતનું) દર્શન કરાવે છે તથા આવા પ્રોગ્રામોમાં જોડાઈને  પોતાની સ્કીલમાં (આવડતમાં) અનુભવોને લઈને વધારો કરે છે.

બાલિકા તથા યુવતીઓમાં છુપાયેલી અદ્ભુત શક્તિઓને પ્રકાશમાં લાવવા નિયમિત સમયાંતરે રમતોત્સવ, પ્રવાસ તથા દાબડા ઉત્સવ જેવાં આયોજનો કરવામાં આવે છે. તો વળી, દર વર્ષે ત્યાગી મહિલામુક્તોના સીધા નેતૃત્વ હેઠળ બાલિકા શિબિર, યુવતી શિબિર, મહિલા શિબિર, દિવ્યજીવન સેવક શિબિર જેવી વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશનાં હજારો મહિલાઓ કીર્તન સ્પર્ધા, ક્વિઝ, ડિબેટીંગ, પ્રેરણા પ્રસંગ જેવા વિવિધ પ્રોગ્રામોમાં ભાગ લઈ પોતાની શક્તિઓનુ દર્શન કરાવે છે તથા આદર્શ જીવનના પાઠ શીખે છે.

 
   
 
   
ઇ.સ. 1988 થી 2008 સુધી યોજાયેલ વિવિધ શિબિરો
ક્રમ વર્ષ તારીખ સ્થળ વિગત
1 1988 18/05/1988 શીલજ બાલિકા શિબિર
2 20/05/1988 શીલજ મહિલા શિબિર
3 1989 10,11/05/1989 શીલજ બાલિકા શિબિર
4 12,13/05/1989 શીલજ મહિલા શિબિર
5 25,26/03/1989 કમળાપુરા યુવક - મહિલા શિબિર
6 1990 12,13/05/1990 અમદાવાદ મહિલા શિબિર
7 1991 12/05/1991 ઈસનપુર યુવક - મહિલા શિબિર
8 1992 16/05/1992 સેકટર-12 - ગાંધીનગર યુવક - મહિલા શિબિર
9 23,24/05/1992 નાની સરસણ - પંચમહાલ યુવક - મહિલા શિબિર
10 25,26/051992 નાની સરસણ - પંચમહાલ બાળ - બાલિકા શિબિર
11 1993 7,8,9/05/1993 મહેમદાવાદ યુવક - મહિલા શિબિર
12 10 થી16/05/1993 મહેમદાવાદ કિશોર - યુવતી શિબિર
13 1997 08/08/1997 નરોડા યુવક - મહિલા શિબિર
14 24/08/1997 ચાંદલોડિયા યુવક - મહિલા શિબિર
15 08/09/1997 વાસણા યુવક - મહિલા શિબિર
16 12/09/1997 ઘનશ્યામનગર યુવક - મહિલા શિબિર
17 1998 27/04/1998 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર યુવક – મહિલા – કિશોર - યુવતી
18 6,7/06/1998 પંચમહાલ યુવક - મહિલા શિબિર
19 14/06/1998 મહેસાણા યુવક - મહિલા શિબિર
20 21/06/1998 વાસણા યુવક - મહિલા શિબિર
21 8/06/1998 વાસણા મહિલા શિબિર
22 9/07/1998 બાપુનગર મહિલા શિબિર
23 11/07/1998 ઈસનપુર મહિલા - યુવતી શિબિર
24 1999 4/09/1999 વૉટરપાર્ક - મહેસાણા યુવક - મહિલા શિબિર
25 5,6/06/1999 મહેમદાવાદ યુવક - મહિલા શિબિર
26 12,13/06/1999 રાજપુર - મહેસાણા યુવક - મહિલા શિબિર
27 2000 8/01/2000 ઘોડાસર યુવક - મહિલા શિબિર
28 6/08/2000 મહેસાણા યુવક - મહિલા શિબિર
29 26/11/2000 શાંગ્રીલા ફાર્મ યુવતી શિબિર
30 17/12/2000 પંચમહાલ યુવક-મહિલા કાર્યકર શિબિર
31 2001 15/04/2001 કાંકરિયા હૉલ ઉપાસના શિબિર
32 16/05/2001 શ્રી રામરંગ આશ્રમ યુવક - મહિલા શિબિર
33 22/05/2001 મહેમદાવાદ બાલિકા શિબિર
34 28,29/05/2001 મહેમદાવાદ મહિલા શિબિર
35 29,30/05/2001 મહેમદાવાદ યુવતી શિબિર
36 8/05/2001 ગોપાલપુર મહિલા - યુવક શિબિર
37 9/05/2001 કાસોડી યુવક - મહિલા શિબિર
38 10/05/2001 ગોધર યુવક - મહિલા શિબિર
39 11/05/2001 ઝાલોદ યુવક - મહિલા શિબિર
40 7/09/2001 ટીંબલા યુવક - મહિલા શિબિર
41 2002 6 થી 8/07/2002 સ્વામિનારાયણ ધામ – ગાંધીનગર વડીલ શિબિર
42 15/12/2002 સુરેન્દ્રનગર યુવક - મહિલા શિબિર
43 21,22/12/2002 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર કાર્યકર સંચાલક શિબિર
44 2003 5/01/2003 પંચમહાલ કાર્યકર સંચાલક શિબિર
45 2/03/2003 નરોડા ઉપાસના શિબિર
46 3/03/2003 સુરેન્દ્રનગર યુવક - મહિલા શિબિર
47 9/03/2003 માલપુર મહિલા યુવક શિબિર
48 14/03/2003 માલપુર ઉપાસના શિબિર
49 14/12/2003 માલપુર ઉપાસના શિબિર
50   14/12/2003 ટીંબલા યુવક - મહિલા શિબિર
51 14/12/2003 સુરેન્દ્રનગર ઘર ઘરના હરિભક્તો
52 24/12/2003 વિજાપુર યુવક - મહિલા શિબિર
53 2004 11/01/2004 વિજાપુર યુવક - મહિલા શિબિર
54 12/01/2004 મહેસાણા યુવક - મહિલા શિબિર
55 10/05/2004 વાસણા જ્ઞાન શિબિર
56 19/05/2004 માલપુર ઉપાસના શિબિર
57 25,26/05/2004 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર બાલિકા શિબિર
58 1/06/2004 કલોલ જ્ઞાન શિબિર
59 6/06/2004 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર બાળ કિશોર સંચાલક ટ્રેનીંગ શિબિર
60 10/05/2004 ગોધર સંચાલક શિબિર
61 5/06/2004 સુરેન્દ્રનગર સત્સંગ શિબિર
62 8/08/2004 કલોલ ઉપાસના  શિબિર
63 12/08/2004 નરોડા જ્ઞાન શિબિર
64 29/07/2004 ઘનશ્યામનગર જ્ઞાન શિબિર
65 2005 17,18,19/05/2005 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર બાલિકા શિબિર
66 2006 28/04/2006 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર બાલિકા શિબિર
67 19,20,21/05/2006 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર યુવતી શિબિર
68 27,28,29/05/2006 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર મહિલા યુવક શિબિર
69 19/12/2006 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર બાલિકા શિબિર
70 10/09/2006 માલપુર યુવક - મહિલા શિબિર
71 14/09/2006 મહેસાણા જ્ઞાન શિબિર
72 21/09/2006 વિજાપુર જ્ઞાન શિબિર
73 2/10/2006 કલોલ જ્ઞાન શિબિર
74 16/08/2006 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર દિવ્ય જીવન યુવક મહિલા
75 2007 20/02/2007 નરોડા જ્ઞાન શિબિર
76 22/02/2007 માલપુર સંયુક્ત શિબિર
77 24/02/2007 મહેસાણા સર્વોપરી ઉપાસના
78 14/03/2007 ઈસનપુર દિવ્ય જીવન શિબિર
79 22/02/2007 ઈસનપુર જ્ઞાન શિબિર
80 18/03/2007 સુરત યુવક - મહિલા શિબિર
81 17/03/2007 બરોડા દિવ્ય જીવન શિબિર
82 1/03/2007 ઘનશ્યામનગર જ્ઞાન શિબિર
83 26/03/2007 ઘાટલોડિયા ઉપાસના શિબિર
84 8/04/2007 સુરેન્દ્રનગર દિવ્ય જીવન શિબિર
85 11/04/2007 નરોડા દિવ્યજીવન શિબિર
86 29/04/2007 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર બાલિકા શિબિર
87 22,23/05/2007 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર યુવક - મહિલા શિબિર
88 2 થી 4/06/2007 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર દિવ્યજીવન સેવક શિબિર
89 25/12/2007 સંતુરફાર્મ બાલિકા શિબિર
90 15,16/04/2007 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર યુવતીશિબિર (ધો.10-12)
91 29/4 થી 1/05/2007 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ યુવતી શિબિર
92 5 થી 6/05/2007 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર બાલિકા શિબિર
93 4,5/06/2007 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર યુવતી શિબિર
94 25,26/05/2007 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સંચાલક ટ્રેનીંગ શિબિર
95 2008 03 થી 04/05/2008 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર આદર્શ બાળ શિબિર
96 01 થી 02/06/2008 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર કિશોર – યુવતી  શિબિર
97 05 થી 06/05/2008 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર આદર્શ બાલિકા શિબિર
98 19/06/2008 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સ્ટાફ  શિબિર
99 4,5/06/2008 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર દિવ્ય યુવતી શિબિર
100 31/10 થી 05/11/2008 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર અમૃત પર્વ શિબિર
101 15, 16/04/2008 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ યુવતી શિબિર
102 29/09/2008 થી 01/05/2008 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ યુવતી શિબિર (કોલેજ)
103 28/09/2008 વાસણા ઉપાસના  શિબિર
104 21/12/2008 અમદાવાદ – મહેસાણા ઝોન (શોભસણ ફાર્મ મહેસાણા) દિવ્ય યુવતી પ્રવાસ
105 2009 25, 26/04/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર આદર્શ બાળ શિબિર
106 25, 26/04/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર આદર્શ બાલિકા શિબિર
107 28, 29/04/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સ્ટાફ  શિબિર
108 02/05/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર દિવ્ય જીવન સેવક શિબિર
109 02/05/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર દિવ્ય સંચાલક શિબિર
110 03/05/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર યુવક  શિબિર
111 21/10/2009 થી 25/10/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર જ્ઞાનસત્ર શિબિર
112 19/11/2009 વાસણા વડિલ શિબિર
113 27/11/2009 વાસણા વડિલ શિબિર
114 જાન્યુઆરી, ફેબ્રુઆરી- 2009 સેન્ટરમાં પૂ.ત્યાગીમુક્તો બાલિકા ઉત્કર્ષ સભા – 1
115 03, 04/04/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ બાલિકા શિબિર
116 22/04/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ બાલિકા શિબિર
117 06/05/2009 થી 08/05/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ બાલિકા શિબિર
118 10/11/2009 થી 12/05/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ બાલિકા શિબિર
119 23/08/2009 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર યુવતી દાબડા ઉજાણી
120 નવેમ્બર, ડિસેમ્બર- 2009 સેન્ટરમાં આયોજન પૂ.ત્યાગીમુક્તો બાલિકા ઉત્કર્ષ સભા – 2
121 2010 14/03/2010 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર દિવ્ય જીવન સેવક શિબિર
122 11/05/2010 પંચમહાલ ઝોન વડીલ શિબિર
123 12/05/2010 પંચમહાલ ઝોન દિવ્ય જીવન સેવક શિબિર
124 13/05/2010 પંચમહાલ ઝોન સંચાલક-કાર્યકર શિબિર
125 13/05/2010 પંચમહાલ ઝોન કિશોર-યુવક શિબિર
126 14/05/2010 પંચમહાલ ઝોન કિશોર-યુવક શિબિર
127 15/05/2010 પંચમહાલ ઝોન બાળ-બાલિકા શિબિર
128 07/05/2010 મહેસાણા ઝોન વડીલ શિબિર
129 08/05/2010 મહેસાણા ઝોન યુવક  શિબિર
130 09/05/2010 મહેસાણા ઝોન દિવ્ય જીવન સેવક શિબિર
131 09/05/2010 મહેસાણા ઝોન બાળ-બાલિકા શિબિર
132 29/05/2010 અમદાવાદ ઝોન સંચાલક શિબિર
133 29/05/2010 અમદાવાદ ઝોન દિવ્ય જીવન સેવક શિબિર
134 30/05/2010 અમદાવાદ ઝોન યુવક શિબિર
135 31/05/2010 અમદાવાદ ઝોન વહીવટી, કારભારી, કોઠારી, SPS  શિબિર
136 01/06/2010 અમદાવાદ ઝોન આત્મીયકમટીના સભ્યો સાથે મિટિંગ
137 02/06/2010 અમદાવાદ ઝોન બાળ-બાલિકા શિબિર
138 02/06/2010 અમદાવાદ ઝોન સ્ટાફ શિબિર
139 01/07/2010 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર દિવ્ય જીવન સેવક શિબિર
140 20/03/2010 વડોદરા ઝોન વડીલ શિબિર
141 21/03/2010 વડોદરા ઝોન યુવક  શિબિર
142 21/03/2010 વડોદરા ઝોન બાળ-બાલિકા શિબિર
143 22/03/2010 વડોદરા ઝોન સ્ટાફ શિબિર
144 22/03/2010 વડોદરા ઝોન દિવ્ય જીવન સેવક શિબિર
145 09/11/2010 થી 13/11/2010 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર જ્ઞાનસત્ર શિબિર - 4
146 24, 25/03/2010 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ યુવતી શિબિર
147 25/06/2010 થી 27/06/2010 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ બાલિકા  શિબિર
148 29, 30/04/2010 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ યુવતી શિબિર (કોલેજ)
149 2011 13/05/2011 મહેસાણા બાળ-બાલિકા શિબિર
150 14/05/2011 મહેસાણા દિવ્ય જીવન સેવક શિબિર
151 14/05/2011 મહેસાણા વડીલ શિબિર
152 15/05/2011 મહેસાણા યુવક - યુવતી શિબિર
153 16/05/2011 મહેસાણા સંચાલક શિબિર
154 01/06/2011 પંચમહાલ યુવક - યુવતી શિબિર
155 02/06/2011 પંચમહાલ કાર્યકર-સંચાલક શિબિર
156 03/06/2011 પંચમહાલ દિવ્ય જીવન સેવક શિબિર
157 03/06/2011 પંચમહાલ વડીલ શિબિર
158 04/06/2011 પંચમહાલ બાળ-બાલિકા શિબિર
159 29/10/2011 થી 02/11/2011 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર જ્ઞાનસત્ર શિબિર - 5
160 11, 12/04/2011 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ યુવતી શિબિર
161 01/06/2011 થી 04/06/2011 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર સિલેક્ટેડ યુવતી શિબિર (કોલેજ)
162 19/06/2011 સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર યુવતી – વહુ દાબડા ઉજાણી
163 જુલાઈ, ઓગષ્ટ- 2011 સેન્ટરમાં આયોજન બાલિકા આનંદોત્સવ
 
   
મહિલા સ્વયંસેવક દળ  
   

SMVS દ્વ્રારા ગતિમાન વિવિધ પ્રવૃત્તિઓમાં તથા શિબિરો, ઉત્સવો અને મહોત્સવોમાં SMVS દ્વ્રારા તાલીમ પામેલા હજારો સ્વયંસેવકો પણ ઉત્સાહથી નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે. જેમાં મહિલા સ્વયંસેવક દળ પણ મોટી સંખ્યામાં લાભ લઈ ઘણી બધી સેવાઓ તથા સમિતિઓ સંભાળે છે. ઊંઘ, ભૂખ, થાક, આળસ, પ્રમાદ આ બધાંને છોડી મહિલા સ્વયંસેવક દળ જનસેવા તથા પ્રભુસેવા સંભાળવા માટે સદાય થનગને છે. દેશ ઉપર આવતી કુદરતી આપત્તિઓ, ભૂકંપ તથા અન્ય ઘણી બધી પરિસ્થિતિઓમાં  પણ “જનસેવા એ જ પ્રભુસેવા” એવા ભાવથી  મહિલા સ્વયંસેવક દળ સેવામાં જોડાઈ જઈ હજારોને આવા વિકટ સમયના દુ:ખમાંથી ઉગારે છે.

SMVS દ્વ્રારા યોજવામાં આવતા ઉત્સવ, સમૈયા, શિબિરો, સમારોહ, જ્ઞાનસત્ર તથા મોટા મહોત્સવો આ બધાંનાં સફળ સંચાલનનું મૂળ SMVSના સ્વયંસેવકો છે. 5,500 કરતાં પણ વધુ મહિલા-પુરુષ સ્વયંસેવકો આ મહામૂલીસેવાનો લાભ લઈ મહત્ત્વપૂર્ણ ફાળો નોંધાવી રહ્યા છે. જેમાં મહિલા સ્વયંસેવકોનું યોગદાન પણ મોટી સંખ્યામાં રહ્યું છે.

ઈ.સ. 1993માં પંચમહાલ જિલ્લાના લુણાવાડા શહેરમાં ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયેલ “બાપાશ્રી મહોત્સવ” ઉપક્રમે યોજાયેલ “સંસ્કાર પ્રદર્શન” માં મહિલા, યુવતી સ્વયંસેવકો દ્વ્રારા 5,000થી પણ વધુ મહિલાઓ વ્યસનમુક્ત બન્યા હતા. જેમા મહિલા સ્વયંસેવકોનું અદ્દભૂત સેવાપ્રદાન રહ્યું હતું. ઈ.સ. 1995માં ઊજવાયેલ બાપાશ્રી મહોત્સવમાં પણ મહિલા, યુવતી સ્વયંસેવકો 25 કરતાં પણ વધુ સમિતિઓની સેવામાં જોડાયાં હતાં. જેમાં 3,000 કરતા પણ વધુ મહિલા સ્વયંસેવકોએ આ સેવાનો લાભ લઈ મહોત્સવ દીપાવ્યો હતો.

ઈ.સ. 2001માં ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ખાતે ઊજવાયેલ “સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ”માં કુલ 4,350 કરતાં પણ વધુ પુરુષ-મહિલા સ્વયંસેવકોએ ભાગ લીધો. જેમાં 78 જેટલી સમિતિઓમાં પુરુષો અને 32 સમિતિઓમાં મહિલા સ્વયંસેવકોએ સેવા આપી મહોત્સવને દીપાવ્યો હતો. 

ઈ.સ. 2001માં આવેલ ભયંકર ભૂકંપમાં પણ ભૂકંપગ્રસ્ત વ્યક્તિઓને નિ:શુલ્ક અને નિ:સ્વાર્થભાવે સેવા પૂરી પાડવામાં પણ મહિલા સ્વયંસેવકોનો ફાળો મહત્ત્વ્પૂર્ણ રહ્યો હતો. મહિલા સ્વયંસેવકો દ્વ્રારા ભૂકંપગ્રસ્ત વ્યક્તિઓ માટે હજારો ગોદડી બનાવી પુરી પાડી હતી તથા હજારો ફૂડપેકેટ બનાવી ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં મોક્લ્યા હતા.

આમ દેશ માટે, સમાજ માટે કે સત્સંગ માટે જ્યારે જ્યારે સેવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ત્યારે મહિલા સ્વયંસેવક દળ ખૂબ ઉત્સાહથી એમાં સહભાગી બનતું આવ્યું છે, બને છે અને બનતું રહેશે.

 
   
મહિલા સંમેલન તથા પ્રદર્શન  
   

ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની સ્થાપનામાં ઉચ્ચ આદર્શો, સંસ્કારો અને સદ્ગુણો જેવા પવિત્ર ચારિત્રને સ્થાન આપ્યું છે. જે ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરેલી પરંપરા દ્વ્રારા ચાલતું આવ્યું છે. વર્તમાનકાળે આ વિષયમય વાતાવરણમાં પણ આ પરંપરા ચાલુ રહે તે માટે  SMVSના સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજીના આદેશથી મહિલા સંમેલન, મહિલા દિન, બાલિકા દિન, યુવતિ દિન તથા જીવનલક્ષી પ્રદર્શન જેવાં વિવિધ આયોજનો ગતિમાન થયેલ છે.

SMVS દ્વ્રારા આયોજિત વિવિધ મહિલા સંમેલનોમાં આજની યુવતી કે મહિલા એક આદર્શ ગૃહિણી બની રહે તેવા પ્રેરણા પીયુષ પિવડાવવામાં આવે છે. સંસ્કારસિંચન એટલે “જીવનઘડતરનું પ્રથમ સોપાન” એ ન્યાયે પ્રત્યેક મહિલાના જીવનમાં સંસ્કારોનું સિંચન થાય. એમના દ્વ્રારા જન્મ પ્રાપ્ત કરનાર ભાવિ પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવા માટે વિવિધ પ્રવચનો, ઉપદેશ તથા પ્રેરણાપ્રસંગો દ્વ્રારા જીવનલક્ષી પ્રેરણા આપવામાં આવે છે.

આધ્યાત્મિકતા એ સંસ્કારી જીવનનો પાયો છે. ત્યારે SMVS દ્વ્રારા આયોજિત આવા પ્રોગ્રામોમાં લાભ લેનાર બાલિકા, યુવતી તથા મહિલાઓનાં જીવનમાં નિત્ય પ્રાર્થના, સત્સંગ, સદ્દવાંચન, ભક્તિ સંગીત, પ્રેમલક્ષણા ભક્તિ આદિ આધ્યાત્મિકતાનાં મૂલ્યો પ્રસ્થાપિત કરવામાં આવે છે.

SMVS દ્વ્રારા આયોજન પામતા આ પ્રોગ્રામોમાં ત્યાગી મહિલામુક્તોના સીધા નેતૃત્વ હેઠળ સમગ્ર મહિલા સમાજ તો  આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી એક આદર્શ અને સુસંસ્કારે યુક્ત જીવન જીવે જ છે. પરંતુ, જાહેર જનતાને પણ એવું આદર્શ અને સુસંસ્કારે યુક્ત જીવન જીવવાની પ્રેરણા મળે એ માટે નિયમિત સમયાંતરે એવા મહિલા દિનની ઉજવણી થાય છે તથા જાહેર પ્રદર્શન પણ આયોજન પામે છે.

આયોજન પામેલ મહિલા સંમેલન તથા પ્રદર્શન :

 
   
મહિલા સંમેલન
ક્રમ તારીખ દિવસ પ્રસંગ સ્થળ
1 23/12/1993 1 બાપાશ્રી મહોત્સવ લુણાવાડા - પંચમહાલ
2 29/04/1995 1 બાપાશ્રી મહોત્સવ વાસણા - અમદાવાદ
3 03/05/1995 1 બાપાશ્રી મહોત્સવ વાસણા - અમદાવાદ
4 03/01/2002 1 સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર
5 07/01/2002 1 સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર
6 26/03/2004 1 ઘાટલોડિયા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઘાટલોડિયા - અમદાવાદ
7 23/12/2005 1 ગોધર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ તીર્થધામ ગોધર - પંચમહાલ
8 19/12/2006 1 વચનામૃત મહોત્સવ સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર
9 19/12/2006 1 વચનામૃત મહોત્સવ ( બાલિકા સંમેલન ) સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર
10 26/09/2008 1 પંચમ વાર્ષિક પાટોત્સવ, જર્સિસીટી જર્સિસીટી – અમેરિકા
11 25/12/2009 1 વડોદરા મૂર્તિ પ્રતિષ્ઠા વડોદરા
12 08/06/2010 1 જર્સિસીટી પાટોત્સવ જર્સિસીટી – અમેરિકા
13 22/08/2010 1 કેનેડા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કેનેડા
 
   
પ્રદર્શન
ક્રમ તારીખ દિવસ પ્રસંગ સ્થળ લાભ લેનારાની
સંખ્યા
1 21/12/1993 થી 27/12/1993 7 બાપાશ્રી મહોત્સવ (મુખ્ય પ્રદર્શન) લુણાવાડા - પંચમહાલ 1,50,000
    7 બાપાશ્રી મહોત્સવ (બાળ સંસ્કાર પ્રદર્શન)   65,000
2 27/4/1995 થી 9/5/1995 13 બાપાશ્રી મહોત્સવ (બાલિકાઓ દ્રારા) વાસણા - અમદાવાદ 5,85,540
3 27/4/1995 થી 9/5/1995 13 બાપાશ્રી મહોત્સવ વાસણા - અમદાવાદ 1,45,416
4 31/12/2001 થી 11/1/2002 13 સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ સ્વામિનારાયણ ધામ - ગાંધીનગર 60,000
 
   
સામાજિક પ્રવૃત્તિ  
   

આધ્યાત્મિક પ્રવૃત્તિની સમાંતર સામાજિક પ્રવૃત્તિમાં પણ SMVSનાં વિવિધ આયોજનો તથા સેવાઓ ગતિમાન છે. પંચમહાલ, સાબરકાંઠા તથા ખેડા આદિક પ્રદેશોમાં સેંકડો અંતરિયાળ આદિવાસી ગામડાંઓમાં વસતાં આદિવાસી બાલિકાઓ તથા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સંસ્થાએ વિવિધ આયોજનો વહેતાં મૂક્યાં છે. આ વિસ્તારોમાં પશુતુલ્ય જીવન જીવતા આદિવાસીઓને દારૂ, માંસ અને વ્યસનોથી મુક્ત કરવા ત્યાગી મહિલામુક્તો અવિરતપણે વિચરણ કર્યા કરે છે. ઈ.સ. 1984 થી સત્સંગ અને સંસ્કરોનું પ્રદાન કરવાના આ ભગીરથ કાર્યનો શુભ આરંભ થયો. ઈ.સ. 1984 થી લઈને આજ સુધીમાં SMVS દ્વ્રરા 25000થી પણ વધુ આદિવાસી મહિલા-પુરુષોનાં જીવનમાં દિવ્યજીવનના નૂતન પ્રાણ પૂરી ભાલા-તીર-કામઠાને બદલે હાથમાં માળા ફેરવતાં કર્યાં છે.

વર્તમાનકાળે વ્યસનમય વાતાવરણમાં વ્યસનોથી ખદબદતા લાખો અને કરોડો લોકોને જીવનની સાચી દિશા દર્શાવવા તથા એમના અંધકારમય જીવનમાં પ્રકાશની જ્યોત દીપાવવા માટે SMVSનો મહિલા વિભાગ સતત કાર્યશીલ છે. પ્રત્યેક ઘરને નિર્વ્યસની બનાવવા ઉચ્ચ ધ્યેયરૂપ મશાલ લઈને ત્યાગી મહિલામુક્તો ઘેર ઘેર જઈ મનુષ્યજીવનનો હિતોપદેશ આપી હજારો મનુષ્યોને નિર્વ્યસની બનાવી રહ્યાં છે.

ઈ.સ. 1994 માં તારીખ 18/6/1994 થી 19/6/1994 એમ બે દિવસ માટે “સેવા સ્વચ્છતા અભિયાન” આયોજન પામ્યું. જેમાં SMVSનાં 350 કરતાં પણ વધુ મહિલા સ્વયંસેવકો જોડાયાં હતાં. આ મહિલાઓએ વી.એસ.હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ, એલ.જી.હોસ્પિટલ જેવી ઘણી બધી હોસ્પિટલોમાં “સેવા સ્વચ્છતા અભિયાન” દોહરાવ્યું હતુ. નિ:શુલ્ક અને નિ:સ્વાર્થ ભાવે કેવળ ભગવાનને રાજી કરવા અને લોકસેવા માટે મહિલા સ્વયંસેવકો એક અનેરા ઉત્સાહ અને ઉમંગથી માન-મોટપને મૂકી પોતાની એક પવિત્ર ફરજ સમજી સેવામાં જોડાયાં હતાં.

ઈ.સ. 2001માં ઊજવાયેલ “સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ” અન્વયે તારીખ 17/5/2000 થી 24/5/2000 સુધી એમ કુલ 8 દિવસ સુધી “બાલિકા પ્રાર્થના સપ્તાહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-સમાજના નાગરિકોને પોતાના એક નિકટના સંબંધી સમજી તેમનાં દુ:ખમાં ભાગીદાર બનવાનો એક નિ:સ્વાર્થ હેતુ આ “બાલિકા પ્રાર્થના સપ્તાહનો” હતો. SMVSના સંસ્થાપક ગુરુવર્ય પ.પુ.બાપજીના આદેશ અનુસાર 300 કરતાં પણ વધુ બાલિકાઓ વિવિધ હોસ્પિટલોમાં પીડાતા દર્દીઓને રોગમુક્ત કરવા તથા તેમની પીડાને, દર્દને દૂર કરવાના શુભ આશયથી જુદા જુદા ગ્રુપમાં વહેંચાઈ વિવિધ હોસ્પિટલોમાં પહોંચી ગઈ. આ બાલિકાઓએ દર્દીઓના પલંગે પલંગે ફરી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ ગદ્દગદ્દભાવે 10,000 કરતા પણ વધુ દર્દીઓને રોગમુક્ત કરવા પ્રાર્થના કરી હતી.

ઈ.સ. 2012માં SMVS રજત જ્યંતી ઉત્સવમાં 16/02/2012ના રોજ 3500 કિલો ફ્રૂટના ભવ્ય ફ્ળોત્સવનું આયોજન થયુ હતુ. આ પ્રસાદીરૂપ ફ્ળને દર્દીઓ સુધી પહોંચાડવાની સેવા મહિલાઓ દ્વ્રારા હોસ્પિટલોમાં થઈ. જેમાં 229 જેટલાં મહિલા સ્વયંસેવકોએ લાભ લીધો. જેમાં કુલ 5010 થી વધુ દર્દીઓ સુધી પ્રસાદીરૂપ ફ્ળનું વિતરણ થયું

26મી જાન્યુઆરી 2001ના દિવસે આવેલ ભયંકર ભૂકંપમાં પણ SMVSનાં મહિલા સ્વયંસેવકોએ ખડે પગે ઊભા રહી સેવાનો લાભ લીધો છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ઘરબાર વિનાની થયેલ વ્યક્તિઓને ઓઢવા,પહેરવાથી માંડી જમાડવાની પ્રત્યેક સેવામાં મહિલા સ્વયંસેવકોનો ફાળો મહત્ત્વપુર્ણ રહ્યો હતો. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં પણ SMVSનાં મહિલા સ્વયંસેવકોની સેવા ધન્યવાદને પાત્ર બની રહે છે. આવી કુદરતી આપત્તિઓમાં હજારોની સંખ્યામાં ફૂડપેકેટ તૈયાર કરવાની સેવા મહિલા સ્વયંસેવક દળ આનંદ અને ઉત્સાહ સાથે સંભાળે છે.

ઈ.સ. 2000માં પંચમહાલ, સાબરકાંઠા અને ખેડા આદિક આદિવાસી ગામોમાં વસતા આદિવાસીઓના  ઝૂંપડે-ઝૂંપડે અને ઘેર-ઘેર ફરી SMVSનાં મહિલા કાર્યકરોએ ‘સંસ્કાર યાત્રા’ના આયોજન હેઠળ સંસ્કાર અને સત્સંગના બી રોપ્યા છે. “સંસ્કાર યાત્રા”ના આ આયોજન હેઠળ 275થી પણ વધુ ગમોમાં સત્સંગની જ્યોત જગાવી છે. ઈ.સ. 2000માં ‘દિવ્ય જીવન યાત્રા’ જેવા આયોજનમાં  મહિલા કાર્યકરોનાં જુદા-જુદા 175 જેટલા ગ્રુપે 270 ગામોમાં ફરી 5,675 ઘરોનો સંપર્ક કરી સંસ્કારોનું સિંચન કર્યું હતું.

SMVSનાં ત્યાગી મહિલામુક્તોના સીધા નેતૃત્વ હેઠળ તાલીમ પામેલાં મહિલા કાર્યકરો પોતાના ઘરનાં કામ ગૌણ કરી 10-10, 15-15 દિવસ માટે ગામડે-ગામડે ફરી મહિલા સમાજને આધ્યાત્મિક બળ પ્રદાન કરવાની મહત્ત્વપુર્ણ સેવા બજાવી રહ્યાં છે. આ સેવામાં જોડાયેલાં મહિલાઓને “નિર્માની સેવક”નું બિરુદ પ્રાપ્ત થયું છે.

સમગ્ર સમાજમાં અને દેશમાં સંપ, સુહ્દયભાવ, એકતા અને આત્મીયતાનું મોજું ફરી વળે અને પ્રત્યેક ઘર અને કુટુંબ આત્મીયતાથી જીવન જીવતાં બને તે માટે ઈ.સ. 2000ના જુલાઈ માસમાં “આત્મીયતા અભિયાન” આયોજન પામ્યું. જેમાં 700 કરતાં પણ વધુ ઘરોનો સંપર્ક કરી આત્મીયતા સભર વાતાવરણનું નિર્માણ કરવાનો એક નિ:સ્વાર્થ પ્રયાસ કરાયો હતો.

ઈ.સ. 2001માં ઊજવાયેલ સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ ઉપક્રમે તારીખ 1/6/01થી 20/6/01સુધી 20 દિવસ માટે “મહિમા ફેરી”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 825 જેટલાં ઉત્સાહી કિશોર અને યુવતીઓનાં જુદાં-જુદાં 412 જેટલાં ગ્રુપ દ્વ્રારા 27,900 કરતાં પણ વધુ ઘરોનો સંપર્ક કરી ભગવાન સ્વામિનારાયણના મહિમાનું ગાન કરી સંપર્કમાં આવનારને સદ્દમાર્ગે વાળવાનો શુધ્ધ પ્રયાસ કર્યો હતો.

આર્થિક રીતે પછાત એવાં કુટુંબોની બાલિકા તથા યુવતીઓને પણ SMVS દ્વ્રારા શૈક્ષણિક સહાય પુરી પાડવામાં આવે છે. તથા તેમને મેડિકલ સહાય (સ્વાસ્થ્ય સહાય) પણ રાહત દરે પૂરી પાડવામાં આવે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયની બાંધેલી પંચવર્તમાનની મર્યાદા અનુસાર સૌ હરિભક્તોને શુધ્ધ,પવિત્ર અને સાત્ત્વિક ભોજન મળી રહે એવા ઉમદા હેતુથી મહિલા વિભાગ દ્વ્રારા “ભક્તિ ગૃહ ઉદ્યોગ”ની પ્રવૃત્તિ ધમધમી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમ અનુસાર તથા ક્રિયાશુધ્ધિ અનુસાર SMVSનાં ત્યાગી મહિલામુક્તોના સીધા નેતૃત્વ હેઠળ વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે જે સત્સંગીઓનાં ઘર-ઘર સુધી પહોંચે છે. આજે મહિલાઓ દ્વ્રારા ચાલી રહેલી આ નિ:સ્વાર્થ પ્રવૃત્તિને લીધે સ્વામિનારાયણ ધર્મને અનુસરેલા હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર પંચવર્તમાનસહ જીવન જીવી શકે છે.

વિદેશની ભૂમિ ઉપર વસતા ભારતીયો તથા વિદેશીઓમાં પણ ભારતીય સંસ્કૃતિ અને ઉચ્ચ સંસ્કારો વહેતા મૂકવા SMVSના ત્યાગી મહિલામુક્તો અમેરિકા, કેનેડા, લંડન, કુવૈત આદી દેશોમાં સતત વિચરણ કરે છે. જેને લીધે વિદેશની ભૂમિ ઉપર પણ મહિલા પ્રવૃત્તિ મઘમઘતી રહે છે. વિદેશની ભૂમિ ઉપર પણ અઠવાડિક સત્સંગ સભાઓ, બાલિકા-યુવતી શિબિરો, યજ્ઞ, મહાપૂજા જેવી વિવિધ પ્રવૃત્તિઓ પુરજોશમાં નિરંતર ચાલુ છે.

SMVSના ત્યાગી મહિલામુક્તો ધ્વારા વિદેશમાં થયેલ વિચરણની યાદી :

 
વિદેશ વિચરણ યાદી
વર્ષ વિચરણ દેશ તારીખ દિવસો
1998 કુવૈત 10/09/1998 થી 21/09/1998 10 દિવસ
2000 લંડન 08/08/2000 થી 11/09/2000 33 દિવસ
2002 લંડન 26/08/2002 થી 22/09/2002 28 દિવસ
  કુવૈત 23/09/2002 થી 02/10/2002 10 દિવસ
2003 અમેરિકા 04/06/2003 થી 02/08/2003 59 દિવસ
  લંડન 03/08/2003 થી 10/08/2003 8 દિવસ
2004 અમેરિકા 13/07/2004 થી 09/09/2004 59 દિવસ
  લંડન 10/09/2004 થી 26/09/2004 17 દિવસ
2005 અમેરિકા 26/05/2005 થી 26/07/2005 53 દિવસ
  કેનેડા 29/06/2005 થી 06/07/2005 8 દિવસ
  લંડન 13/05/2005 થી 25/05/2005 13 દિવસ
2007 અમેરિકા 23/09/2007 થી 15/11/2007 43 દિવસ
  કેનેડા 01/10/2007 થી 10/10/2007 10 દિવસ
  લંડન 16/11/2007 થી 28/11/2007 13 દિવસ
2008 અમેરિકા 14/06/2008 થી 11/08/2008 59 દિવસ
  અમેરિકા 19/07/2008 થી 11/08/2008 23 દિવસ
2009 કેનેડા 08/07/2009 થી 22/07/2009 15 દિવસ
  લંડન 23/07/2009 થી 06/08/2009 15 દિવસ
2010 અમેરિકા 08/07/2010 થી 12/08/2010 36 દિવસ
  કેનેડા 13/08/2010 થી 25/08/2010 13 દિવસ
  અમેરિકા 25/08/2010 થી 05/09/2010 12 દિવસ
  કેનેડા 14/08/2010 થી 25/08/2010 12 દિવસ
  ઓસ્ટ્રેલિયા 17/11/2010 થી 10/12/2010 24 દિવસ
  ન્યઝીલેંડ 11/12/2010 થી 21/12/2010 11 દિવસ
2011 લંડન 29/03/2011 થી 07/04/2011 10 દિવસ
  અમેરિકા 07/04/2011 થી 27/04/2011 21 દિવસ
  અમેરિકા 27/04/2011 થી 16/05/2011 20 દિવસ
  કેનેડા 17/05/2011 થી 27/05/2011 11 દિવસ
  અમેરિકા 27/05/2011 થી 02/06/2011 07 દિવસ